ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધ્વારા આગામી 14 માર્ચ 2023 થી શરૂ થઈ રહેલ ધોરણ 10 ની પરીક્ષા માટેની હોલ ટિકિટ બહાર પાડવામાં આવેલ છે, ધોરણ 10 ની Hall Ticket ડાઉનલોડ કરવા માટે બોર્ડે માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવેલ છે.
ધોરણ 10 ની પરીક્ષા માટે હૉલ ટિકિટ ડાઉનલોડ કરવાની શરૂઆત તારીખ 28/02/2023 થી શરૂ થઈ ગયેલ છે, કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સંપૂર સૂચના નીચે મુજબ આપેલ છે.
કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સૂચના
- સૌથી પહેલા ગૂગલ માં તમારે www.gseb.org વેબસાઇટ ને ખોલી લેવાની રહેસે
- વેબસાઇટ ખોલ્યા પછી SSC Hall Ticket March 2023 ઉપર સિલેકટ કરો.
- આપની શાળાનો ઇન્ડેક્ષ નંબર અહિયાં દાખલ કરો, ઉદાહરણ તરીકે – 40.0001
- તમારો 10 આંકડાનો મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈ ડી નાખો જે GS & HSEB સાથે નોંધાવેલ છે ટે અહિયાં નાખો.
- શાળા ધ્વારા નોંધાવેલ ફોન નંબર અથવા ઈમેલ આઈ ડી પર OTP મેળવવા ‘Login’ બટન પર ક્લિક કરો.
- GS & HSEB સાથે નોંધાવેલ મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈ ડી તમારે બદલવો હોય તો આપની વિનંતી આપની શાળા ના લેટર પેડ પર પ્રિન્સિપાલશ્રી ની સહી અને શાળા નો ઇન્ડેક્ષ નંબર સાથે gsebht@gmail.com પર ઈમેલ ધ્વારા મોકલી આપવાનું રહેશે.
- માહિતી માટે હેલ્પ લાઇન નંબર – 8401292014
- પરીક્ષાર્થીઓએ Hall Ticket શાળામાંથી મેળવવાની રહેશે.